પર્યાવરણ પ્રેમી છે ભૂમિ પેંડણેકર

બોલીવૂડમાં પોતાનું સ્થાન મજબૂત બનાવનાર ભૂમિ પેંડણેકર ફેશન જગતમાં સક્રિય રહે છે. તેના મંતવ્યો પણ ટ્રેન્ડથી અલગ રહેતા હોય છે. સાથો સાથ તે પર્યાવરણના સંરક્ષણ માટે પણ એટલી જ ચિંતિત હોય છે. ભૂમિએ તાજેતરમાં એક ફેશન શો દરમિયાન જણાવ્યુ હતું કે, ફેશન અને બ્યુટી ઉપરાંત અનેક બાબતોમાં બેન્ચમાર્ક સેટ કરવામાં ફિલ્મો મહત્ત્વનો ભાગ ભજવે છે. સિનેમા સંખ્યાબંધ લોકોને પ્રભાવિત કરે છે. તેનો યોગ્ય રીતે ઉપયોગ થાય તો ઘણાં સકારાત્મક પરિણામ મળી શકે છે. જોકે વર્ષોથી ફિલ્મોમાં સુંદરતાના સાવ પોકળ અને અવાસ્તવિક માપદંડ રખાયા હોવાનું મારું માનવું છે. ભૂમિએ ફેશનને સેલ્ફ એક્સપ્રેશનનું માધ્યમ ગણાવી હતી.

ભૂમિ પેંડણેકરે 2015ના વર્ષમાં ‘દમ લગા કે હઈશા’થી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આટલા વર્ષોની આ સફરમાં ફેશન અને બ્યૂટી બાબતે પોતાનો ટેસ્ટ બદલાયો હોવાનું ભૂમિએ સ્વીકાર્યું હતું. ભૂમિએ કહ્યું હતું કે, સારો ટેસ્ટ ધરાવતા લોકોને મળવા માત્રથી પણ ઘણાં પરિવર્તન આવતાં હોય છે.

ફેશનને સ્વીકારવામાં ક્યારેક શરમ નડી જતી હોય છે, પરંતુ આવી શરમ છોડી ફેશનની મજા લેવી જોઈએ. ભૂમિ પેંડણેકર સસ્ટેનેબલ ફેશન ઉપરાંત પર્યાવરણપ્રેમને ઉજાગર કરતી હોય છે. ફેશન ઈન્ડસ્ટ્રીના કારણે સૌથી વધુ પ્રદૂષણ ફેલાતું હોવાથી આ ક્ષેત્રમાં સસ્ટેનેબલ ફેશનની જરૂર હોવાનું ભૂમિ માને છે. ભારતમાં સિલ્કથી લઇને કોટન સુધી ઘણાં વિકલ્પ છે અને પર્યાવરણને હાનિ પહોંચાડ્યા વગર આવા વિકલ્પની પસંદ થવી જોઈએ.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15

Comments on “પર્યાવરણ પ્રેમી છે ભૂમિ પેંડણેકર”

Leave a Reply

Gravatar